Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ફિલ્મ અંધાધૂંધ માટે આયુષ્માન ખુરાના શીખી રહ્યો છે પિયાનો

મુંબઈ: અભિનેતા આયુષમાન ખુરાના પોતાની આગામી ફિલ્મ અંધાધૂંધ માટે પિયાનોવાદન શીખી રહ્યો હોવાની જાણકારી મળી હતી.આયુષમાન સંગીતનો જાણકાર અને સફળ ગાયક છે. એના બે ત્રણ આલ્બમો પણ રિલિઝ થયાં છે. વીકી ડોનર જેવી ફિલ્મમાં તો એણે ગીત પણ ગાયું હતું. એટલે એને માટે પિયાનોવાદનની તાલીમ બહુ મુશ્કેલ નથી.'મારી આગામી ફિલ્મ અંધાધૂંધમાં મારો રોલ અંધ પિયાનોવાદકનો છે. એટલે આંખ ખુલ્લી રાખવા છતાં હું પિયાનો પર નજર ખોડી રાખીને અભિનય કરી શકું નહીં. એટલે હાલ હું પિયાનોવાદનની પ્રાથમિક તાલીમ લઇ રહ્યો છું. મેં અમેરિકામાં પિયાનોવાદનની તાલીમ લીધી છે જે ફિલ્મમાં મને કામ લાગશે' એમ આયુષમાને કહ્યું હતું. ફિલ્મ સાથે સંકળાયેલા એક યુનિટ મેમ્બરે કહ્યું હતું કે અમારે પિયાનોવાદનના સીન્સ માટે તો વીએફએક્સ જેવી સ્પેશિયલ ઇફેક્ટસ વાપરવી પડશે કે તો આયુષમાનનો ડુપ્લીકેટ (બોડી ડબલ ) વાપરવો પડશે. પોતે અચ્છો પિયાનોવાદક સાબિત થઇ શકે એમ છે.

(5:01 pm IST)