Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

કાસ્ટિંગ કાઉચનો શિકારનો હું પણ બની છે: રિચા ચડ્ડા

મુંબઈ:અભિનેત્રી રિચા ચડ્ડાએ કહ્યું હતું કે હું સંખ્યાબંધ વખત કાસ્ટિંગ કાઉચનો શિકાર બનતાં માંડ માંડ બચી ગઇ હતી. જો મેં માર્ગ સ્વીકારી લીધો હોત તો ક્યારની ટોચની અભિનેત્રી બની ગઇ હોત.વેબ શો ' ગર્લ ટ્રાઇબ'માં સહભાગી થતાં રિચા બોલી રહી હતી. એણે કહ્યું કે લાઇનમાં આવી રહેલા દરેક યુવક યુવતીએ વાત સમજી લેવાની જરૂર છે. મેં કાં તો મારી પ્રતિભા પારખીને મને રોલ ઑફર કરવામાં આવી હોય એવી અથવા ઔપચારિક ઓડિશનમાં પાસ થઇને ફિલ્મો કરી છે. બાકી ઘણીવાર હું પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બનતાં માંડ માંડ બચી ગઇ હતી તો એવા બે વિક્લ્પો જેવું છે કે કાં તો તમે લિફ્ટ દ્વારા ઉપર જાઓ અથવા સીડી ચડીને ઉપર જાઓ. સીડી ચડીને ઉપર જવામાં વાર લાગે. મેં બીજો વિકલ્પ પસંદ કર્યો હતો એટલે મારી સાથે અભિનય ક્ષેત્રે પ્રવેશેલા અન્ય કલાકારો ટોચના બની ગયાં છે. મેં સીડી ચડવાનો વિકલ્પ સ્વીકાર્યો હોવાથી મારી પ્રગતિ ધીમી પણ મક્કમ ગતિની છે.તમારી સાથે કાસ્ટિંગ કાઉચની ઘટના બની છે કે કેમ એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે એકવાર નહીં અનેકવાર હું માંડ માંડ અનિષ્ટનો ભોગ બનતાં બચી ગઇ હતી.

(5:01 pm IST)