Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

સંધ્યા બિંદણીએ ઉજવ્યો બર્થડે

ટીવી પરદાની સંધ્યા બિંદણી એટલે કે અભિનેત્રી દિપીકા સિંહે તાજેતરમાં પોતાનો ત્રીસમો જન્મદિવસ ઉજવ્યો હતો. આ માટે તેણે મિત્રો માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતું. બર્થ ડે ઉજવણીની અનેક તસ્વીરો દિપીકાએ પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. દિપીકા તસ્વીરમાં બ્લેક રંગના વન શોલ્ડર ડ્રેસમાં ખુબ જ આકર્ષક અને હોટ અંદાજમાં દેખાઇ રહી છે. કેક કાપતી વખતે તે અત્યંત ખુશ હતી. સાથે તેનો પતિ રોહિત રાજ, દિકરો સોહમ અને બીજા મિત્રો છે. પતિ સાથે દિપીકાએ જોરદાર ડાન્સ પણ કર્યો હતો. પાર્ટીમાં દેબોલીના ભટ્ટાચાર્ય પણ સામેલ હતી. છેલ્લે સ્ટાર પ્લસના શો દિયા ઓૈર બાતી હમમાં સંધ્યાના રોલમાં દેખાયેલી દિપીકા હાલમાં કલર્સના શો કવચમાં જોવા મળી રહી છે.

(4:55 pm IST)