Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

વિરોધને કારણે ફિલ્મ ફન્ને ખાનમાંથી ગીત મેરે અચ્છે દિન કબ આએંગેને રિપ્લેસ કરાશે

મુંબઈ :અનિલ કપૂર, ઐશ્વર્યા રાય અને રાજકુમાર રાવને ચમકાવતી ફિલ્મફન્ને ખાનના ગીત 'મેરે અચ્છે દિન કબ આએંગે'નો વિરોધ થતાં નવું વર્ઝન 'અચ્છે દિન અબ આએ રે' રિલીઝ કરવું પડ્યું છે.

  દરમિયાન એવી ચર્ચા છે કે ઓરિજિનલ સૉન્ગ ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવે એવી શક્યતા છે. ગીતના શબ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનનું સ્લોગન ‘અચ્છે દિન'ને સમાન હોવાથી એનો વિરોધ કરવામાં આવ્યો હતો.

 

(1:09 pm IST)