Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

ઇમરાન હાસમી પણ વેબ સિરીઝમાં: મળ્યો મુખ્ય રોલ

ટીવી-ફિલ્મોના કલાકારો હવે ડિઝીટલ પ્લેટફોર્મ પર પણ વધુ સક્રિય થયા છે. સેક્રેડ ગેમ્સ થકી સૈફ અલી ખાન અને નવાજુદ્દીને ખુબ ચર્ચા જગાવી હતી. હવે બોલીવૂડનો સિરીયલ કિસર ગણાતો ઇમરાન હાસમી પણ એક વેબ સિરીઝમાં જોવા મળશે. ધ બોર્ડ ઓફ બ્લડ નામની બૂક પરથી બની રહેલી સિરીઝમાં ઇમરાનને મુખ્ય રોલ મળ્યો છે. આ બૂક બિલાલ સિદ્દીકીએ લખેલી છે. શાહરૂખ ખાન નેટફિલકસની સાથે મળીને આ વેબ સિરીઝ બનાવી રહ્યો છે. કહાની કબીર આનંદ નામના યુવાનની આસપાસ ઘુમે છે. જે પહેલા એક સ્પાઇ એજન્ટ હતો, એ પછી તે પંચગીની જઇને શેકસપિયર પ્રોફેસર બની જાય છે. નેટફિલકસ ઇન્ડિયાએ ટ્વિટ કર્યુ હતું કે ભગવાને તમને એક ચહેરો આપ્યો છે, તમે તેનાથી બીજો ચહેરો બનાવી શકો છો. ઇમરાન આ સિરીઝ મળવાથી ખુબ ખુશ છે.

 

(9:31 am IST)