Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

નિક્કી તંબોલીનું સપનુ પુરુ થયું

દક્ષિણ ભારતીય ફિલ્‍મોથી અભિનય કારકિર્દી શરૂ કર્યા બાદ હિન્‍દી ટીવી શો બીગ બોસ અને ફિયર ફેક્‍ટરમાં ભાગ લઇ જાણીતી બનેલી નિક્કી તંબોલીએ આઠથી વધુ વિડીયો સોંગમાં પણ કામ કર્યુ છે. મહારાષ્‍ટ્રના ઓૈરંગાબાદની નિક્કીની પહેલી ફિલ્‍મો તેલુગ ભાષાની હોરર કોમેડી હતી.  બિગ બોસ-૧૪માં તેને ખુબ જ લોકપ્રિયતા મળી હતી. તેણે હાલમાં જ પોતાની ડ્રીમ કાર ખરીદી છે. મર્સિડીઝ બેન્‍જ કાર ખરીદીને તેણે પોતાનું સપનુ પુરુ કર્યુ છે. કાર સાથેની તસ્‍વીર તેણે સોશિયલ મિડીયા પર મુકી હતી અને પિતા માટે પ્રેમભર્યો મેસેજ લખ્‍યો હતો કે મને હમેંશા આગળ વધવા અને કદી અટકવા નહિ દેવા માટે તમારી આભારી છું. હું હમેંશા તમારી લિટર ગર્લ જ રહીશ. તમિલ ફિલ્‍મ કંચના-૩માં નિક્કીના દમદાર અભિનયના ભરપુર વખાણ થયા હતાં.

(10:06 am IST)