Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અસિમનું ત્રીજુ ગીત તેરી ગલી લાખો લોકોએ વખાણ્યું

બિગ બોસ-૧૩માં ભાગ લઇને જાણીતા બની ચુકેલા અસિમ રિયાઝને નવા નવા કામ સતત મળી રહ્યા છે. હવે તેનું ગીત 'તેરી ગલી' રિલીઝ થયું છે. આ ગીતમાં અસિમ રિયાઝ સાથે જાણીતી ગાયીકા બાર્બી માન પણ છે. ગીતમાં અધુરી પ્રેમ કહાનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગીતને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ગીત રિલીઝ થયાના અમુક કલાકોમાં જ પાંચ લાખથી વધુ લોકોએ જોઇ લીધુ હતું. જે આ ગીતની લોકપ્રિયતા દર્શાવે છે. એક લાખથી વધુ લોકોએ ગીતને લાઇક પણ કર્યુ છે. તેરી ગલી ગીતને બાર્બી માને ગાયું છે. ગીતનો શબ્દો ગુરૂ રંધાવાએ લખ્યા છે. બાર્બી માને પંજાબી છોકરીનો રોલ આ ગીતમાં નિભાવ્યો છે. જ્યારે અસિમ રિયાઝ કાશ્મીરી પાત્રમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મિડીયા પર પણ ગીત ખુબ પસંદ થઇ રહ્યું છે. બિગ બોસમાં ભાગ લીધા પછી અસિમનું આ ત્રીજુ ગીત લોન્ચ થયું છે. તેને ફિલ્મો અને બીજા ટીવી શો પણ ઓફર થઇ રહ્યા છે.

(10:03 am IST)