Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કરણ દેઓલ ફરી તૈયારઃ બે ફિલ્મો બનશે

બોલીવૂડમાં ધમાકેદાર એકશન ફિલ્મો થકી જાણીતા સની દેઓલ અભિનેતા હોવાની સાથે સાંસદ પણ છે અને પોતે જ્યાં ચુંટાયા છે એ ગુરદાસપુરમાં પણ તે લોકો માટે સતત કામ કરી રહ્યા છે. સની દેઓલ લોકડાઉન ખુલતાં જ ફરીથી પોતાના પુત્ર કરણને લોન્ચ કરશે અને એક સાથે બે ફિલ્મોની ઘોષણા કરશે. કરણ દેઓલને સની દેઓલે ગયા વર્ષે બોલીવૂડમાં લોન્ચ કર્યો હતો. તેણે પલ પલ દિલ કે પાસ નામની ફિલ્મ બનાવી હતી અને તેનું નિર્દેશન પણ સનીએ પોતે જ કર્યુ હતું. કરણની આ પહેલી ફિલ્મમાં રોમાન્સ, એકશન સહિતના મસાલા ભરવામાં આવ્યા હતાં. પરંતુ ફિલ્મ સુપર ફલોપ સાબિત થઇ હતી. કરણની શરૂઆત ભલે ખરાબ રહી હોઇ, પરંતુ તે હિમત હાર્યો નથી. હવે ફરીથી તે નવી શરૂઆત માટે તૈયાર છે.

હાલમાં તે નિયમિત રીતે પિતા, ભાઇ, કાકા સાથે જીમમાં પરસેવો પાડી રહ્યો છે. સની દેઓલે કહ્યું હતું કે અમારી પાસે કરણ માટે બે ફિલ્મો છે. લોકડાઉન ખુલતાં જ અમે કામ શરૂ કરીશું. સની હવે માત્ર અભિનય પર ધ્યાન આપશે. નિર્દેશનની જવાબદારી બીજા કોઇને સોંપવામાં આવશે.

(10:03 am IST)