Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

હું ન્યાય આપી શકીશ, મને વિશ્વાસ છેઃ ક્રિતી

બોલીવૂડમાં સાત વર્ષ પુરા કરી ચુકેલી અભિનેત્રી ક્રિતી સેનનના હાથ પર હાલમાં સાત મોટી ફિલ્મો છે. ખુબ ટુંકા સમયમાં તેણે આ સફળતા મેળવી લીધી છે. ક્રિતી કહે છે હું અભિનેત્રીના રૂપમાં વિવિધ ભુમિકા મેળવવાની સતત લાલચ રાખુ છું. હું ભાગ્યશાળી પણ છું કે મને સતત અલગ શૈલીઓની ફિલ્મો કરવાની તક મળતી રહે છે. મને મળતી તકો પડકારજનક હોવાની સાથે સંતોષજનક પણ છે. મને વિશ્વાસ છે કે હું દરેક પડકારજનક કામને ન્યાય આપી શકીશ. હાલમાં હું મારી કારકિર્દીના સોૈથી રોમાંચક તબક્કામાંથી પસાર થઇ રહી છું.  ક્રિતી હાલમાં વ્યસ્ત અભિનેત્રી બની ગઇ છે. તે અલગ અલગ ફિલ્મોમાં ડિમ્પી, ઇશિતા, પાર્વતીભાઇ, રશ્મિ જેવા રોલ સાથે જોવા મળવાની છે. પ્રભાસ સાથે આદિપુરૂષમાં સીતાનો રોલ પણ તે નિભાવી રહી છે. ગણપત, ભેડીયા, બચ્ચન પાંડે અને મિમી જેવી ફિલ્મો તેના હાથ પર છે. અન્ય બે ફિલ્મો પણ તે કરી રહી છે.

(10:15 am IST)