Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

૭૮ વર્ષોમાં જે ન શીખી શકયો એ આ લોકડાઉનમાં શીખવા મળ્યું : અમિતાભ

મુંબઈ  : અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે જે બાબતો તે ૭૮ વર્ષોમાં ન શીખી શકયા એ આ લોકડાઉને શીખવાડી દીધું છે. તેઓ સોશ્યલ મીડિયા પર ખાસ્સા એકિટવ રહે છે. પોતાની લાઈફ સાથે જોડાયેલી વાતો તેઓ ફેન્સ સાથે શેર કરતા રહે છે. તાજેતરમાં જ લોકડાઉનને લઈને ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યુ હતું કે 'આ લોકડાઉનના કાળમાં જેટલુ હું શીખ્યો, સમજયો અને જાણ્યું એટલું તો હું મારા ૭૮ વર્ષોના કાર્યકાળમાં નથી શીખી શકયો, નથી સમજી શકયો અને ન તો જાણી શકયો છું. આ વાસ્તવિકતાને હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું એ આ શીખ, સમજ અને જાણવાનું જ પરિણામ છે.'

(2:48 pm IST)