Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

કિર્તી કુલ્હારીએ કહ્યું-પર્યાવરણને બચાવવા પ્રયાસ કરો

બોલીવૂડની ફિલ્મો અને ફોર મોર શોટ્સ પ્લીઝ તથા બાર્ડ ઓફ બ્લડ જેવી વેબ સિરીઝમાં કામ કરી જાણીતી બનેલી અભિનેત્રી કિર્તી કુલ્હારીએ કહ્યું હતું કે પર્યાવરણે બચાવવા માટે આપણાથી જે શકય હોય તે કરવું જોઇએ. કિર્તી સોશિયલ મિડીયા પર પણ સતત સક્રિય રહી ચાહકોને મળતી રહે છે. તેણે તાજેતરમાં પોતાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે મારી જાતને પ્રેમ કરવાનું અઠવાડીયુ મને ખુબ ગમે છે. હું પર્યાવરણની સલામતિ માટે સતર્ક રહુ છું, તેને નુકસાન કરતી નથી. તેને બચાવવા દરેક પગલા લેવા તૈયાર રહુ છું. પર્યાવરણનું આપણે સન્માન કરવું જોઇએ. મને ખબર છે કે દરેક વ્યકિત આ માટે પ્રયત્નશીલ ન બની શકે. પરંતુ છતાં બનતા પ્રયાસો થઇ શકે. પાણી, વિજળી, ખોરાકનો બગાડ ન થાય તે જરૂરી છે. ઘરની સાફ સફાઇમાં કેમિકલ્સનો વધુ ઉપયોગ ન થાય તે પણ ધ્યાન રાખવું પડશે. લોકડાઉનમાં પ્રદુષણ સાવ ઘટ્યું છે. હવા ચોખ્ખી થઇ છે, નદીનું પાણી ચોખ્યું થયું છે. અવાજનું પ્રદુષ્ણ ઘટ્યું છે. દુનિયાભરમાં પ્રદુષણ ઓછુ થયું છે. હવે આપણે થોડી શરમ કરી જિંદગી જીવવાની બાબતો બદલવી પડશે.

(9:56 am IST)