Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ફિલ્મ એક વિલનની સિક્વલની સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ

મુંબઇસિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરને ચમકાવતી ફિલ્મ એક વિલનની સિક્વલની સ્ક્રીપ્ટ હાલ ફાઇનલ થઇ રહી હોવાની જાહેરાત એના સર્જક મોહિત સૂરીએ કરી હતી.

એકતા કપૂરે ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય કરીને મોહિત સૂરીને એના ડાયરેક્ટર તરીકે સાઇન કર્યા હતા. હાલ મોહિત સ્ક્રીપ્ટ રાઇટર તુષાર હીરાનંદાની સાથે બેસીને સ્ક્રીપ્ટને અંતિમ સ્વરૃપ આપી રહ્યા છે એમ એમની નિકટનાં સૂત્રેાએ કહ્યું હતું. સૂત્રોએ વધુમાં કહ્યું કે મૂળ ફિલ્મનો હીરો સિદ્ધાર્થ રિપિટ થાય એવી શક્યતા છે. હજુ જો કે સ્ક્રીપ્ટ ફાઇનલ નથી થઇ એટલે હાલ સ્ટારકાસ્ટની વાત કરવાનો કશો અર્થ નથી. સૂત્રોએ કહ્યું કે એકતાના બેનરની સૌથી સફળ ફિલ્મ હોવાથી ફ્રેન્ચાઇઝને આગળ વધારવાની એકતાની ઇચ્છા છે. મિલાપ ઝવેરીની કથા પરથી તુષાર હીરાનંદાનીએ સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. હાલ મિલાપ ડાયરેક્ટર તરીકેની એની પહેલી ફિલ્મ સત્યમેવ જયતેમાં બીઝી હોવાથી એને બદલે મોહિત, સિદ્ધાર્થ અને તુષાર મળીને સ્ક્રીપ્ટ ફાઇનલ કરી રહ્યા હતા. હાલ સિદ્ધાર્થ સિવાય કોઇ કલાકાર નામ ફાઇનલ નથી. જો કે સિદ્ધાર્થને પણ ઐાપચારિક રીતે હજુ સાઇન કરાયો નથી.

(5:27 pm IST)
  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • જાપાને વૈજ્ઞાનિક સંશોધનના બહાને મિંક પ્રજાતિની 122 વ્હેલનો શિકાર કર્યો: જાપાનની સરકારના આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ પ્રતિબંધ હોવા છતા ઉનાળામાં 333 વ્હેલ માછલીઓને મારી નાંખી: આતંરરાષ્ટ્રીય વ્હેલિંગ આયોગ મુજબ રિસર્ચના નામે વ્હેલને તેમના મીટ માટે મારવામાં આવે છે. જાપાને 1985માં આઈડબ્લ્યુ સાથે કરાર કર્યો હતો કે વ્હેલને નહી મારે access_time 1:27 am IST