Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

હોરર કોમેડી ફિલ્મની ઓફર મળી વીકી કૌશલને

મુંબઇમેઘના ગુલઝારની રાઝી ફિલ્મમાં પાકિસ્તાની લશ્કરના અધિકારીનો રોલ કરનારા અભિનેતા વીકી કૌશલને હાલ એક હોરર કોમેડી ફિલ્મની ઑફર કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી.

હાલ વીકી ભારતે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી શિબિરો પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ ઊરી કરી રહ્યો છે. હવે એને હોરર કોમેડી કરવાની ઑફર મળી હતી.ધર્મા પ્રોડક્શન્સ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની કંપની છે અને વિવિધ જેનરની ફિલ્મો બનાવવાના અખતરા કરતા રહે છે. હવે કોમેડી હોરર ફિલ્મ બનાવવા ઉત્સુક છે અને માટે વીકી કૌશલનો સંપર્ક સાધવામાં આવ્યો હોવાની માહિતી એક જાણકાર સૂત્રે આપી હતી. વીકી અને કરણ એક બીજા માટે સાવ નવા નથી. લસ્ટ સ્ટોરીઝ વેબ સિરિઝ માટે કરણે વીકીને ડાયરેક્ટ કર્યો હતો એટલે બંને વચ્ચે સારો મનમેળ છે.જો કે હોરર કોમેડી ફિલ્મનું ડાયરેક્શન કરણ પોતે કરવાનો નથી. માત્ર નિર્માતા હશે. ડાયરેક્શન અન્યને સોંપવામાં આવશે. હજુ જો કે વીકીનો માત્ર સંપર્ક સાધવામાં આવ્યો છે. હાલ વીકી યુવાન કલાકારોમાં સૌથી વધુ બીઝી કલાકાર છે. એણે ફિલ્મની વાતમાં રસ દેખાડયો હતો પરંતુ હજુ ઔપચારિક કરાર વગેરે બાકી છે અને વીકીએ પોતાની તારીખોની ડાયરી પણ ચેક કરી લેવી પડશે.

(5:25 pm IST)
  • વનડે રેકિંગમાં નેપાળ,નેધરલેન્ડ,સ્કોટલેન્ડ અને યુએઈનો આઇસીસીએ કર્યો સમાવેશ :જોકે આ ટીમોના રેકિંગમાં સામેલ થવાથી ટોચની 12 ટીમોના રેકિંગમાં કોઈ ફેરફાર થયો નથી :નેધરલેન્ડની ગયા વર્ષે જયારે અન્ય ત્રણ ટીમોને આ વર્ષે વનડે રમવાનો દરજ્જો મળ્યો છે access_time 1:06 am IST

  • બે નંબરનો ધંધો કરવો હોય તો સોનાનો કરો કારણ એક તેમાં પકડાઈ જવા પર જમીન મળી શકે છે :રાજસ્થાનના વિલારાના ધારાસભ્ય અર્જૂનલાલ ગર્ગે દેવાસી સમાજના કાર્યક્રમમાં કહ્યું કે બન્ને ચીજની કિંમત સરખી છે પરંતુ ડ્રગની તુલનાએ સોનામાં વેપાર કરવો સુરક્ષિત છે access_time 1:33 am IST

  • સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ગેસકટરથી બાકોરું પાડીને લાખો રૂપિયાના પાર્સલની ચોરી : સાહગંજ સ્ટેશને ચોરીની જાણ થતા બોગીને સુરત લવાઈ : તપાસ શરૂ : સુરતથી ઉપડેલી તાપ્તી ગંગા ટ્રેનમાં ચોરી ગેસ કટરથી બાકોરું પાડી લાખો રૂપિયાના પાર્સલોની ચોરી થયાનું જાણવા મળે છે ટ્રેન સાહગંજ સ્ટેશને પહોંચતા થઇ ચોરીની જાણ થતા ચોરી થયેલી બોગીને સુરત લવાઈ છે આ સમગ્ર મામલે રેલવે પોલીસ તપાસ હાથ ધરશે access_time 1:11 pm IST