Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સની લિયોની સાથે ડેટ પર જવાની તકઃ ૧૮ વર્ષથી વધુ હોવી જોઇએ ઉંમર

રૂપિયા આપી કરી શકો છો લંચ : ચેરિટી વર્ક માટે લંચ પર જશે સની : સૌથી વધુ બોલી લગાવનારા ફેનને મળશે ચાન્સ

મુંબઇ તા. ૧ : જો તમે સની લિયોનીના સૌથી મોટા ફેન છો તો તમને સની સાથે લંચ ડેટ પર જવાની તક મળી શકે છે. આ માટે તમારે એક મોટી રકમ ચુકવવી પડશે. સનીનો આ ફેન તેની સાથે લંચ દરમિયાન ૨ કલાકનો સમય વિતાવી શકશે.

હકીકતમાં, સની લિયોની એકિટંગ ઉપરાંત ચેરિટી વર્કમાં પણ સક્રિય છે. તે એક કેમ્પેઈન દ્વારા અમેરિકન કેન્સર સોસાયટી અને પેટાની મદદ કરવા ઈચ્છે છે. આ દ્વારા તે ઓકશન દ્વારા એક ફેનને પસંદ કરશે અને તેની સાથે લંચ કરશે.

સૌથી વધારે બોલી લગાવનારા ફેનને સની સાથે લંચ પર બે કલાકનો સમય વિતાવવાનો સમય મળશે. સનીનો હેતૂ છે કે તે ઓકશનથી લગભગ ૨૫૦૦ ડોલર એટલે કે ૧.૬૮ લાખ રૂપિયાની કમાણી કરે. વિનરને મફતમાં લંચ મળશે. પરંતુ વાઈનના અલગથી પૈસા આપવાના હશે.

સની સાથે લંચ કરનારો વિનર એક તસવીર અને ઓટોગ્રાફ લઈ શકે છે. આ મુલાકાત લોસ એન્જેલસમાં થશે. ઓકશનમાં ભાગ લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષથી ઉપર હોવી જોઈએ. આ ઓકશનમાં ભાગ લેવા માટે https://www.charitybuzz.com/catalog_items/lunch-with-global-superstar-sunny-leone-in-la-૧૫૦૦૯૭૦ વેબસાઈટ પરથી બોલી લગાવી શકો છો.

(10:44 am IST)