Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

'નાગિન' સાથે મારું નસિબ જોડાયેલુ છેઃ અર્જૂન બિજલાની

સિટીવી શો નાગિનની પહેલી સિઝનમાં અર્જુન બિજલાનીની જોડી મોૈની રોય સાથે હતી. આ બંનેની જોડીને દર્શકોએ ખુબ પસંદ કરી હતી, આ જોડીએ ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી. અર્જૂન હવે ફરીથી નાગિનમાં જોવા મળવાનો છે. તે કહે છે હું આ શોના અંતમાં ખાસ રોલમાં જોવા મળીશ. નાગિન શો સાથે જોડાવવા માટે હું હમેંશા તૈયાર હોઉ છું. આ શો મારાથી જ શરૂ થયો હતો. નાગિન શો સાથે મારું કિસ્મત કનેકશન છે. એ કારણે જ હું આ શોની દરેક સિઝનમાં જોવા મળ્યો છું. હવેની સિરીઝમાં તે રિતિકસિંહના રોલમાં જોવા મળશે. હાલમાં અર્જૂન 'ઇશ્ક મેં મરજાવાં' નામના શોમાં કામ કરી રહ્યો છે. તો સાથો સાથ 'કિચન ચેમ્પિયન' નામનો રિયાલિટી શો પણ હોસ્ટ કરી રહ્યો છે.

 

(10:25 am IST)