Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ક્રાઇમ થ્રિલરમાં ફરી એક વાર નવાજુદ્દિન અને રાધીકાની જોડી

બોલીવૂડ અભિનેતા નવાજુદ્દિન સિદ્દીકી છેલ્લે ફિલ્મ 'ઠાકરે'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે બાલાસાહેબ ઠાકરેનો અદ્દભુત રોલ નિભાવ્યો હતો. તેના અભિનયથી સોૈના દિલ જીતી લીધા હતાં. નવાજુદ્દિને હાલમાં જ તેની આગામી ફિલ્મ 'રાત અકેલી હૈ'નું શુટીંગ પુરૂ કર્યુ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે આ અંગેની માહિતી જણાવી હતી. તેણે લખ્યું હતું કે હની ત્રેહાનના નિર્દેશનમાં બનેલી રાત અકેલી હૈ ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે, હનીની આ પહેલી ફિલ્મ છે અને તેની સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. નવાજુદ્દિન આ ફિલ્મમાં રાધીકા આપ્ટે સાથે ફરીથી જોવા મળશે. આ બંને અભિનયના ખિલાડી છે. રાધિકાએ પણ અભિનય થકી લોકોના દિલ જીતી રાખ્યા છે. નવાજ, રાધિકા સાથે ફિલ્મમાં શ્વેતા ત્રિપાઠી, ઇલા અરૂણ, તિગ્માંશુ ધુલિયા, સ્વાનંદ કિરકિરે પણ મહત્વના રોલમાં છે. આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે.

(10:24 am IST)