Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

વધુ એક સિકવલની કહાની પસંદ પડી જૈકલીનને

શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝે બોલીવૂડમાં ફિલ્મ અલ્લાદ્દિનથી એન્ટ્રી કરી હતી. એ પછી તેણે બોલીવૂડમાં નામ અને દામ મેળવવામાં સફળતા હાંસલ કરી છે. તેને મોટા બેનરની અનેક ફિલ્મો કરી છે. જો કે તેમાં સિકવલ વધુ છે. ત્યાં તેની સામે વધુ એક સિકવલની ઓફર આવી છે. 'ચશ્મે બદ્દુર'ની સિકવલ બનાવવા નિર્માતા તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ માટે કાર્તિક અને જૈકલીનની જોડી લેવાનું નિર્માતાઓએ નક્કી કર્યુ છે. જૈકલીનને કહાની પસંદ પડી છે અને તે ફિલ્મ સાઇન કરવા તૈયાર છે. બીજી તરફ કાર્તિક લવ આજકલ-૨નું કામ પુરૂ કર્યા પછી ભૂમિ અને અનન્યા પાંડે સાથે પતિ પત્નિ ઓૈર વોની સિકવલનું કામ પુરૂ કરશે. ત્યારબાદ જૈકલીન સાથેની ફિલ્મ માટે વિચારશે.

(10:24 am IST)