Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

મેં સલમાન ખાન સાથે ૫ વર્ષથી વાત કરી નથીઃ સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીનો ખુલાસો

નવી દિલ્હી: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ માત્ર 16 વર્ષની ઉમરમાં ભારતમાં ધમાલ મચાવી હતી. થોડી ફિલ્મો કરી અને ત્યારબાદ સલમાન સાથે બ્રેકઅપ થઈ જતા તે ભારત છોડીને મિયામીમાં વસી ગઈ. હવે સલમાન ખાન વિશે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે સલમાન સાથેના બ્રેકઅપ પર વર્ષો બાદ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે સલમાન ખાને તેને ચીટ કરી હતી.

બોલીવુડમાં 90ના દાયકામાં કેટલીક ફિલ્મોથી અભિનેત્રી સોમી અલીએ ઓળખ બનાવી હતી. તે સલમાન સાથે પોતાના તે સમયના રિલેશનશીપને લઈને આજે પણ ચર્ચામાં રહે છે. હવે ZOOM ને આપેલા એક ઈન્ટરવ્યુમાં સોમી અલીએ પોતાની લાઈફ, કરિયર અને સલમાન સાથેના બ્રેકઅપ પર ચોંકાવનારા ખુલાસા કર્યા.

વાતચીતમાં સોમી અલીએ કહ્યું કે 'તેની સાથે મારા બ્રેકઅપને 20 વર્ષ વીતી ચૂક્યા છે. તેણે મને ચીટ કરી અને હું તેનાથી અલગ થઈ ગઈ. ત્યારબાદ હું અહીંથી જતી રહી.' સોમીએ વધુમાં કહ્યું કે તેણે સલમાન ખાન સાથે 5 વર્ષથી વાત કરી નથી. પોતાની વાત આગળ વધારતા સોમીએ  કહ્યું કે 'હું બોલીવુડમાં કામ કરવા માટે ભારત આવી નહતી. મારા એક્સ સાથે મારે બ્રેકઅપ થઈ ગયું હતું તો પછી મારો અહીં રહેવાનો કોઈ હેતુ નહતો.'

સોમી અલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે બોલીવુડમાં વાપસી કરવાનું વિચારી રહી છે કે કરી શકે છે? તો તેના જવાબમાં તેણે કહ્યું કે ના, મારો કોઈ ઈન્ટરેસ્ટ નથી, હું આ ઈન્ડસ્ટ્રીમાં ફીટ બેસતી નથી.

સોમી અલીના જણાવ્યાં મુજબ તે માત્ર 16 વર્ષની ઉંમરમાં ભારતમાં આવી હતી કારણ કે તેને સલમાન ખાન સાથે લગ્ન કરવા હતા. આ સંબંધ લાંબો ચાલ્યો નહીં ત્યારબાદ વર્ષ 1999માં તેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ સોમી અભ્યાસ કરવા માટે યુએસ પાછી જતી રહી.

અત્રે જણાવવાનું કે સોમી અલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'પાકિસ્તાનમાં હું જ્યારે 5 વર્ષની હતી ત્યારે મારા કૂકે મને 3 વાર સેક્સ્યુઅલી અબ્યુઝ કરી હતી. જ્યારે હું 9 વર્ષની હતી ત્યારે ચોકીદારે પણ મને મોલેસ્ટ કરી. અમે અમેરિકામાં હતા અને જ્યારે મારી ઉંમર 14 વર્ષની હતી ત્યારે એક પાર્કમાં 17 વર્ષના છોકરાએ મારો રેપ કર્યો. હું 16 થી 24 વર્ષ દરમિયાન ભારતમાં હતી, તે સમયે મારી સાથે ડોમેસ્ટિક વાયલન્સની અનેક ઘટનાઓ ઘટી હતી.

પાકિસ્તાનમાં જન્મેલી સોમીએ બોલીવુડમાં અંત (1994), કૃષ્ણ અવતાર (1993), યાર ગદ્દાર (1994), તીસરા કોન? (1994) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

સોમી અલી 'નો મોર ટીયર્સ' નામની એનજીઓ ચલાવે છે. આ એનજીઓ દ્વારા તે ભારત, પાકિસ્તાન અને અમેરિકાની સેક્સ્યુઅલ, મેન્ટર અને ફિઝિકલ એબ્યુઝનો ભોગ બનેલી મહિલાઓને આસરો આપી તેમને રિહેબ કરાવે છે.

(4:37 pm IST)