Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

બુર્ઝ ખલીફાના ૧૨૨માં માળે બ્રેકફાસ્ટ અને ગોલ્ડ પ્લેટેડ કોફી, સના ખાનની તસવીરો વાયરલ

સના ખાનને તેના પતિ મુફ્તી અનસ સઇદે એક સરપ્રાઇઝ પણ આપ્યું

મુંબઇ, તા.૧: સના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે દુબઇના બુર્ઝ ખલીફામાં બેસેલી જોવા મળી રહી છે. બુર્ઝ ખલીફામાં સના ખાનને તેના પતિ મુફ્તી અનસ સઇદે એક સરપ્રાઇઝ પણ આપ્યું. આ સરપ્રાઇઝને સના ખાને તેના ફેન્સ સાથે શેર કર્યું છે. તે બુર્ઝ ખલીફાના ૧૨૨માં માળે પર શાનદાર બ્રેકફાસ્ટ કરતી જોવા મળી. સાથે જ તે તસવીરમાં ગોલ્ડ પ્લેટેડ કોફી પીતી પણ જોવા મળી. સના ખાનની આ તસવીરો તેના ફેન્સ દ્વારા લાઇકસ કરવામાં આવી રહી છે.

સના ખાને બુર્ઝ ખલીફામાં બ્રેકફાસ્ટની આ તસવીરોને શેર કરતાં લખ્યું કે, જયારે તમારો પતિ તમને બુર્ઝ ખલીફાના સૌથી ઉપરના માળે બ્રેકફાસ્ટની સરપ્રાઇઝ આપે. તે પણ ગોલ્ડ પ્લેટેડ કોફી. સના ખાને શેર કરેલી આ તસવીરો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં ગોલ્ડ પ્લેટેડ કોફી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સના ખાને નવેમ્બર ૨૦૨૦માં મુફ્તી અનસ સઇદ સાથે લગ્ન કર્યા હતા. સના ખાને ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના લગ્નની માહિતી શેર કરી હતી. તે સમયે સનાના લગ્નના સમાચાર અને તસવીરો ચર્ચામાં રહી હતી. સના તેના પતિ સાથે હનીમૂન માટે કાશ્મીર ગઇ હતી. તે દરમિયાનની તસવીરો પણ તેના ફેન્સે ખૂબ લાઇકસ કરી હતી.

(4:02 pm IST)