Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

વિલ સ્મિથના શો'બકેટ લીસ્ટ'માં ભારત પ્રવાસની ઝલકઃ ૩ એપ્રિલે થશે પ્રસારીત

વિલ સ્મિથે બોલીવૂડ સ્ટાર્સ તેમજ ફૂટબોલર ભાઇચુંગ સાથે મુલાકાત કરી, રિક્ષા ડ્રાઇવીંગ કર્યુ, તાજમહેલના દિદાર અને હરિદ્વારમાં ગંગામૈયાના દર્શન-આરતીનો લ્હાવો લીધો

મુંબઇ તા. ૧: હોલીવૂડના સુપરસ્ટાર વિલ સ્મિથએ તેના નવા શો 'બકેટ લીસ્ટ' સાથે ડર અને સ્ટંટને ઝનૂનમા બદલી દીધા છે. બકેટ લીસ્ટના એડવેન્ચર માટે દુબઇમાં  વિલ સ્મિથેે તેમની પત્નિ જેડા પિંકેટ સ્મિથ સાથે સ્કુબા ડાઇવિંગ, આબુધબીમા ફોર્મ્યુલા ૧ કાર રેસિંગ,શાર્ક સાથે તરવું, બોલિવૂડ ફિલ્મમા ભાગ લીધો હતો તેમજ કયુબામાં ચાલી રહેલા અર્ધ મેરેથોન અને ડેવ ચેપલ સાથે સ્ટેન્ડ-અપ કોમેડી કર્યુ હતું.

એડવેન્ચર બાદ, હવે વિલ સ્મિથ ના બેકેટ લીસ્ટનો બીજો એપિસોડ ભારત પર આધારિત હશે. આ એપિસોડ ૩ એપ્રિલના રિલીઝ થશે. આ એપિસોડના શૂટિંગ માટે વિલ સ્મિથ થોડા સમય પહેલા જ ભારત આવ્યા હતાં. અહિ તેણે બોલિવૂડના કલાકારો  અક્ષય કુમાર , રણવીર સિંહ, ટાઇગર શ્રોફ અને કરણ જોહરની મુલાકાત લીધી હતી અને અને ભારતીય ફૂટબોલર ભાઇચુંગ ભાટિયાને પણ મળ્યા હતા.મુંબઈમા સ્ટાર્સ ને મળ્યાં બાદ વિલ સ્મિથે  રિક્ષા ચલાવવાનો આનંદ પણ માણ્યો હતો.ભારત પ્રવાસમાં તેણે આગ્રામાં તાજ મહેલની ખૂબસૂરતીનો દીદાર કર્યો અને હરિદ્વાર ખાતે માતા ગંગાની આરતી અને પૂજા પણ કર્યા હતાં. ૩ એપ્રિલના  એપિસોડમાં વિલ સ્મિથ ના ભારત પ્રવાસની આ તમામ ઝલક જોવા મળશે. બકેટ લીસ્ટનો આ એપિસોડ  કુલ ૬ ભાગમાં ફેસબૂક વોચ પર પ્રસારીત થશે.

(11:35 am IST)