Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

તમિલ ફિલ્મમાં મહત્વનો રોલ નિભાવશે શાહરૂખ

અક્ષય કુમાર, અજય દેવગણ, આલિયા ભટ્ટ પછી હવે શાહરૂખ ખાન પણ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાશે. કિંગ ખાને આ માટે તૈયારી કરી છે. તમિલ સ્ટાર થાલાપથી વિજયની આગામી ફિલ્મમાં શાહરૂખ પણ જોવા મળશે. આ ફિલ્મના નિર્દેશક એટીલી છે અને ૨૦૧૯ના દિવાળી તહેવાર પર ફિલ્મ રિલીઝ થશે. 'થાલાપથી-૬૩'ના નામથી આ ફિલ્મ બની રહી છે. જેમાં મુખ્ય હિરોઇન નયનતારા છે. શાહરૂખ મુખ્ય રોલમાં નહિ પણ ગેસ્ટ રોલમાં જોવા મળશે. જો કે આ રોલ ફિલ્મ માટે ખુબ જ મહત્વનો હશે. આ અગાઉ શાહરૂખ ખાન તમિલ ફિલ્મ હે રામમાં પણ જોવા મળ્યો હતો. જેમાં કમલ હસનની મુખ્ય ભૂમિકા હતી. થાલપથી-૬૩માં જૈકી શ્રોફને નેગેટિવ રોલ મળ્યો છે. શાહરૂખ તમિલ ફિલ્મમાં એન્ટ્રી લેશે તો તેના ચાહકો ઉત્સાહિત થશે. શાહરૂખ હાલમાં બોલીવૂડની એકપણ ફિલ્મ સાથે જોડાયેલો નથી.

 

(10:41 am IST)