Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ઐશ્વર્યા રાયની હમશકલ પાકિસ્‍તાનમાં: સોશ્‍યલ મીડિયામાં તસ્‍વીરોએ તરખાટ મચાવ્‍યો

અમદાવાદઃ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી, વિશ્વ સુંદરી અને બચ્ચન પરિવારની બહુ એટલેકે, ઐશ્વર્યા અચાનક કેમ પહોંચી ગઈ પાકિસ્તાનમાં? આ અમે નથી કહી રહ્યાં પણ હાલ તેમના લાખો-કરોડો ચાહકોના મોંઢા પર આજ સવાલ છે. કારણકે, પાકિસ્તાનમાંથી અચાનક સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની અનેક તસવીરો વહેતી થઈ છે. શું છે સાચી હકીકત તે જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર ઐશ્વર્યા રાય બચ્ચન આજ કાલ  ખુબ ચર્ચામાં છે. અને ચર્ચાનું કારણ છે આમના ઈમરાન, જી હાં પાકિસ્તાનમાં ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાતી યુવતી આમના ઈમરાનના કારણે ઐશ્વર્યા રાય બચ્ચન પણ ચર્ચામાં છે. આ યુવતીનો ચેહરો ઐશ્વર્યા સાથે મળતો આવે છે જેના કારણે  લોકોને ઐશ્વર્યાની હમશકલ કહે છે.

સોશિયલ મીડિયા પર આ પાકિસ્તાની યુવતી ધૂમ મચાવી રહી છે. અમાનાની અદાઓ જોઈને તમે પણ ચોંકી જશો. અમાના આબેહુબ ઐશ્વર્યા રાય જેવી જ લાગે છે.

આમના ઈમરાન હકીકતમાં એક વીડિયો બ્લોગર છે. તેનો ફેસ ઐશ્વર્યા સાથે મળતી આવે છે જેના કારણે પાકિસ્તાનમાં તેની ખુબ ચર્ચાઓ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર તેને ઐશ્વર્યાની ડુપ્લિકેટ કહેવામાં આવ્યું છે. તેના કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. જેમાં ફેન્સ કહે છે તે એકદમ ઐશ્વર્યા જેવી દેખાય છે.

આ પહેલા પણ ઐશ્વવર્યા જેવી દેખાતી યુવતીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી પરંતુ આમનાના ફેન્સ દિવસેને દિવસે વધતા જાય છે.

કેટલાક લોકનું કહેવું છે કે આમનાએ ઐશ્વર્યા જેવી દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાઈ છે. પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

વાત કોઈ પણ હોય હકીકત એ છે કે આમના ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.

(5:03 pm IST)