Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પોતાની અંગત વાતોને ટાળતી અભિનેત્રી મલાઇકા અરોરા રેસ્‍ટોરન્‍ટમાં બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે પેન્‍ટ ચડાવવાનું ભુલી ગઇ

આ ઘટનાથી અભિનેત્રી ઉપ્‍સ મોમેન્‍ટનો ભોગ બની હતી

મુંબઇઃ મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફ વિશે વધુ વાત કરવાનું પસંદ કરતી નથી, પરંતુ એકવાર તેણે પોતે જ સોશિયલ મીડિયા પર તેની ઉપ્સ મોમેન્ટ વિશે વાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરતા, મલાઈકા અરોરાએ કહ્યું કે તેણે એકવાર રેસ્ટોરન્ટના બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે આવી ભૂલ કરી હતી, જેને યાદ કરીને તે આજે પણ હસી પડે છે.

જ્યારે મલાઈકા અરોરા પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હતી

મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફની મોમેન્ટ શેર કરતાં કહ્યું હતું કે જ્યારે કોરોના વાયરસનો ડર વધુ પડતો વધી ગયો હતો, તે દરમિયાન તે એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી જ્યાં તેણે બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હતી. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે 'તે એક રેસ્ટોરન્ટમાં ગઈ જ્યાં તેણે કોણી વડે ગેટ ખોલ્યો, પછી તેના પગથી ટોઈલેટ સીટ ઉંચી કરી અને પછી ટિશ્યુની મદદથી પાણીનો ઉપયોગ કર્યો.' મલાઈકાએ લખ્યું, 'પછી તેણે પોતાના હાથ ધોયા અને કોણી વડે બાથરૂમનો દરવાજો બંધ કર્યો અને ટેબલ પર પાછી બેસી ગઈ.'

મલાઈકા અરોરાએ કહ્યું, 'જ્યારે તે ટેબલ પર પાછી આવી, ત્યારે તેને સમજાયું કે તે તેનું પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે...' મલાઈકાના ચાહકો સાથે આ વાત શેર કરતા તેણે કહ્યું કે 'તે એ સમયે વધુ શરમ અનુભવી રહી હતી. મલાઈકા અરોરાના વીડિયોની ફની મિસ્ટેક પર નેટીઝન્સે ખૂબ મજા કરી હતી.

(6:15 pm IST)