Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અભિનેતા ધનુષની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ ‘કર્ણન'નું ટીઝર રિલીઝઃ ફિલ્‍મની તારીખ પણ જાહેર કરાઇઃ 4 કલાકમાં 5 લાખથી વધુ વખત સોશ્‍યલ મીડિયામાં જોવાયુ

નવી દિલ્હી: સાઉથ ઇંડસ્ટ્રીના સુપરસ્ટાર ધનુષના ફેન્સ માતે આજનો દિવસ ખાસ છે. કારણ કે આજે અભિનેતા ધનુષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કર્ણન'નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં ફિલ્મની રિલીઝને લઇને પણ જાણકારી આપવામાં આવી છે. આ ટીઝમાં ધનુષનો ઇંટેંસિવ લુક ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ટીઝરમાં છે સરપ્રાઇઝ

આ ફિલ્મમાં પહેલીવાર ધનુષએ સેલ્વારાજ સાથે કામ કર્યું છે. ફિલ્મ 'કર્ણન'નું શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. ફિલ્મનું જોરદાર ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ ફિલ્મના ટીઝરમાં વધુ એક સરપ્રાઇઝ છુપાયેલી છે. આ ટીઝર દ્રારા ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે.

મળ્યા 5 લાખથી વધુ વ્યૂઝ

આ ટીઝરને રિલીઝ કરતાં મેકર મેલ્વારાજએ કેપ્શનમાં લખ્યું છે, 'જુઓ, કોઇ નથી જે આવે અને લડે. કર્ણનના ટીઝરની જાહેરાત કરતાં ખુબ ખુશ છું. ત્યારબાદથી જ ટ્વિટર પર #karnanteaser ટ્રેંડ કરી રહ્યું છે. આ ટીઝરને 4 કલાકમાં 5 લાખથી વધુ વાર જોવામાં આવ્યું છે. 

આવો છે ધનુષનો લુક

ટીઝરમાં ધનુષના લુકની વાત કરીએ તો તે ધોની અને બનિયાનમાં દોડતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે હાથમાં તલવાર માટે કોઇની રાહ જોતો જોવા મળી રહ્યો છે. ટીઝરમાં લખવામાં આવ્યું કે ફિલ્મ એપ્રિલ 2021માં રિલીજ થશે. પરંતુ એ જણાવવામાં આવ્યું નથી કે ફિલ્મ કઇ તારીખે રિલીઝ થશે.

આ છે સમગ્ર ટીમ

તમને જણાવી દઇએ કે ફિલ્મનું નિર્માણ કલાઇપુલી એસ થાનું દ્રારા કરવામાં આવ્યું છે. આ ફિલમ તિરૂનેવલી પાસે સર્જાયેલી એક સત્ય ઘટના પર આધારિત છે. એક્શન ડાયરેક્ટર લાલ અને નટરાજન પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું મ્યૂઝિક સંતોષ નારાયણે આપ્યું છે.

(5:27 pm IST)