Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સિંગલ મધરની ભૂમિકામાં નજરે પડશે કાજોલ

મુંબઈ:ગુજરાતી બૅકગ્રાઉન્ડ ધરાવતી માતા-પુત્રની વાર્તા કહેતી ફિલ્મ માટે અજય દેવગને જયંતીલાલ ગડા સાથે ફરી હાથ મેળવ્યા. અજય દેવગન અને જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ)એ ભેગા મળીને આ અગાઉ ઍક્શન-થિþલર ફિલ્મ ‘શિવાય’નું નિર્માણ કર્યું હતું. હવે ફરી એક વાર અજય દેવગન અને જયંતીલાલ ગડાએ હાથ મેળવ્યા છે, પણ આ વખતે ઍક્શનને સ્થાને ખૂબ જ હળવી એવી માતા અને પુત્રના સંબંધ પર આધારિત ફિલ્મનું તેઓ નિર્માણ કરવા જઈ રહ્યા છે.
જોકે આ વખતની ફિલ્મમાં અજય દેવગન ફક્ત નિર્માતા તરીકે જ જોડાયો છે. પોતે ફિલ્મમાં અભિનય કરવાનો છે કે નહીં એ હજી સસ્પેન્સ છે, પણ આ ફિલ્મમાં તેની પત્ની કાજોલ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં કાજોલ સિંગલ મધરની ભૂમિકા ભજવવાની છે અને આ ફિલ્મનું દિગ્દર્શન નૅશનલ અવૉર્ડ્સ વિજેતા ફિલ્મસર્જક પ્રદીપ સરકાર કરી રહ્યા છે.કાજોલે પોતાની કારર્કિદી દરમ્યાન ગણીગાંઠી જ ફિલ્મો કરી છે અને લગ્ન પછી તો તે ખૂબ જ ઓછી ફિલ્મો કરે છે. છેલ્લે તે ૨૦૧૫માં આવેલી રોહિત શેટ્ઠી દિગ્દર્શિત ઍક્શન-કૉમેડી ફિલ્મ ‘દિલવાલે’માં અલગ જ પ્રકારની ભૂમિકામાં દેખાઈ હતી અને ગયા વર્ષે ધનુષ સાથે તામિલ ફિલ્મ ‘VIP-૨’માં દેખાઈ હતી.
હવે તે અજય દેવગન-જયંતીલાલ ગડા નિર્મિત અને પ્રદીપ સરકાર દિગ્દર્શિત ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મનું ૨૪ જાન્યુઆરીથી શૂટિંગ મુંબઈમાં શરૂ થવાનું છે અને એ માટે મોટો સેટ ઊભો કરવામાં આવ્યો છે.ફિલ્મમાં કાજોલના પુત્ર તરીકે નવોદિત રિદ્ધિ સેનને સાઇન કરવામાં આવ્યો છે અને બંગાળી અભિનેતા તોતા રૉય ચૌધરીને પણ સાઇન કરવામાં આવ્યો છે,

(4:24 pm IST)