Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રસ્તા પરના રોમિયોને મેથીપાક આપવો જરૂરી છે: દીપિકી પાદુકોણ

મુંબઇ: અભિનેત્રી દીપિકા પાદુકોણે કહ્યું હતું કે એકવાર સડક પર મારી છેડ કરનાર રોમિયોને મેં થપ્પડ ચોડી દીધી હતી અને પછી ઘેર પાછી ફરીને માતાપિતાને જાણ કરી હતી. 'મારો સ્વભાવ પહેલેથી કડક છે. લગભગ ચૌદ પંદર વર્ષની વયે સડક પર મારી છેડતી કરનાર યુવકને મેં સણસણતો થપ્પડ મારી દીધો હતો અને એ પછી મારાં માતાપિતાને ખાતરી થઇ હતી કે હું મારી જાતને સંભાળી શકું છું' એમ દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.  આ બનાવની વિગતો આપતાં એણે કહ્યું કે અમે સહકુટુંબ એક હૉટલમાં જમવા ગયાં હતાં. જમીને અમે પાછાં ફરી રહ્યાં હતાં. મારા પિતા અને બહેન વાતો કરતાં આગળ નીકળી ગયાં અને હું મમ્મી સાથેપાછળ હતી. અમને એકલાં જાણીને એક રોમિયોએ મારી છેડતી કરી. તરત મેં પાછાં ફરીને એના શર્ટનો કૉલર પકડીને ફડાક દઇને એને થપ્પડ ઠોકી દીધી. પછી આગળ મારાં પિતા અને બહેનની સાથે જોડાઇ ગઇ.
 

(4:23 pm IST)