Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

‘ઇશ્‍ક વિશ્‍ક'ની સિક્‍વલમાં મળશે નવા કલાકારોને તક

સસ્‍પેન્‍સ, થ્રિલર ફિલ્‍મો માટે જાણીતા રમેશ તોૈરાની હાલમાં સલમાન ખાનને લઇને રેસ-૩ બનાવી રહ્યા છે. અનિલ કપૂર, બોબી દેઓલ પણ મહત્‍વના રોલમાં છે. આ ફિલ્‍મ ખુબ મોટા ખર્ચે બનશે અને આ વર્ષે ઇદ પર રિલીઝ થશે. રેસ-૩નું કામ શરૂ કર્યુ એ પહેલા રમેશ તોૈરાનીએ પંદર વર્ષ જુની ફિલ્‍મ ઇશ્‍ક વિશ્‍ક'ની સિક્‍વલ બનાવવાની તૈયારી કરી હતી. પણ સલમાનની તારીખો અચાનક મળી જતાં પહેલા રેસ-૩નું કામ શરૂ કરવું પડયું છે. હવે રેસ-૩ બની ગયા પી ઇશ્‍ક વિશ્‍કની સિક્‍વલ બનશે. ૨૦૦૩માં આવેલી આ ફિલ્‍મમાં શાહિદ કપૂર મુખ્‍ય ભૂમિકામાં હતો. જો કે ફિલ્‍મની ચર્ચા ખુબ થઇ હતી, પણ જોઇએ તેવી સફળતા મળી નહોતી. એ ફિલ્‍મનું નિર્દેશન કેન ઘોષે કર્યુ હતું. સિક્‍વલ અમી રોય બનાવશે. જેમાં નવા ચહેરાઓને તક મળશે. શાહિદ કપૂર સહિતના કલાકારોનો રોલ હશે કે કેમ? તે હજુ નક્કી થયું નથી.

(10:11 am IST)