Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

એર હોસ્‍ટેસ બનવું હતું પણ બની ગઇ અભિનેત્રીઃ સપના

અભિનેત્રી સપના પબ્‍બીએ પોતાની કારકિર્દીની શરૂઆત ખામોશિયાં ફિલ્‍મથી થઇ હતી. જેમાં તેણે ઘણા બોલ્‍ડ સિન આપ્‍યા હતાં. હવે તે વેબ સિરીઝ બ્રિધમાં આર. માધવન સાથે જોવા મળી છે. ખામોશિયાંમાં તેનો બોલ્‍ડ રોલ હતો. તે કહે છે આ ફિલ્‍મમાં બોલ્‍ડ સિન હોવાની વાત મેં પહેલા ફોન કરીને મારા પિતાને કરી હતી અને કહ્યું હતું કે આવો રોલ કરીના કુરબાનમાં અને પ્રિયંકા ઐતરાજમાં કરી ચુકી છે. પિતાએ ફિલ્‍મમાં કામ કરવાની ના તો નહોતી કહી પણ એ મુદ્દે પછી કદી વાત જ નહોતી કરી. સપના પહેલા તો એર હોસ્‍ટેસ બનવા ઇચ્‍છતી હતી. પણ તેના પિતા રાજી નહોતાં. સપના કહે છે મેં પોકેટ મની માટે મેકડોનાલ્‍ડ્‍સમાં પણ કામ કર્યુ છે. હું યુનિવર્સિટીમાં હતી ત્‍યારે છેક મોડેલિંગ શરૂ કર્યુ હતું અને બાદમાં અભિનેત્રી બની ગઇ હતી.

(10:11 am IST)