Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

જ્‍હાન્‍વી અને ઇશાન પર ફિલ્‍માવાયેલું ગીત ધૂમ મચાવશે

શ્રીદેવીની દિકરી જ્‍હાન્‍વી કપૂર અને શાહિદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર પોતાની પહેલી ફિલ્‍મ ધડક'ના શુટીંગમાં સતત વ્‍યસ્‍ત છે. મરાઠી સુપરહિટ ફિલ્‍મ સૈરાટની હિન્‍દી રિમેક એવી ધડકનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે. આ ફિલ્‍મમાં સૈરાટના સુપરહિટ ગીત ઝિંગાટ'નું હિન્‍દી વર્ઝન પણ લેવામાં આવશે. જે ખુબ ધૂમ મચાવશે. ફરાહ ખાન આ ગીતની કોરિયોગ્રાફી કરશે. આ ગીતનું જ્‍હાન્‍વી અને ઇશાને શુટીંગ પણ કરી લીધુ છે. ફરાહ ખાને એક તસ્‍વીર ઇંસ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કરી હતી. જેમાં ફરાહ ખાન સાથે નિર્દેશક શશાંક ખેતાન પણ છે.  જ્‍હાન્‍વી અને ઇશાન આ ફિલ્‍મ રિલીઝ થાય એ પહેલા જ ચાહકોનું લાંબુ લિસ્‍ટ બનાવી ચુક્‍યા છે. આ જોડીને જોવા ખાસ કરીને યુવાઓ ખુબ આતુર છે. જુલાઇમાં ફિલ્‍મ રિલીઝ થશે.

(10:09 am IST)