Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

હોલિવૂડની વન્ડર વુમન-અભિનેત્રી ગૈલ ગાડોટે શાહીદ બાગની દાદીને વંડર વુમન ગણીને સોશ્યલ મીડિયામાં તસ્વીરો શેર કરી

નવી દિલ્હી: હોલીવુડની વન્ડર વુમન, એક્ટ્રેસ ગૈલ ગાડોટે વર્ષ 2020ને અલવિદા કહેવાની પોતાની નવી રીત શોધી છે. ગૈલ આ વર્ષે વિતાવેલા કેટલાક યાદગાર દિવસોના ફોટા શેર કરીને 2021માં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. આ અવસરે ગૈલ ગડોટે પોતાના જીવનની વન્ડર વુમનના ફોટા શેર કર્યા છે. તેની આ લિસ્ટમાં શાહીન બાગની દાદી પણ સામેલ છે. આ ફોટાને શેર કરતી વખતે, ગૈલે #MyPersonalWonderWomen નો ઉપયોગ કર્યો.

ગૈલે જણાવ્યું કોણ છે તેની વંડર વુમન

ફોટા શેર કરતી વખતે ગૈલ ગાડોટે લખ્યું, “2020 ને અલવિદા કહેતા. મારા #MyPersonalWonderWomen પ્રત્યે મારો પ્રેમ. તેમાંના કેટલાક મારા નજીકના લોકો છે જે મારા કુટુંબ, મારા મિત્રો છે. કેટલીક પ્રેરણાદાયી સ્ત્રીઓ છે, તેમના વિશે જાણવાનું મને ગમ્યું. અને કેટલીક સ્ત્રીઓ એવી છે કે જેમને હું ભવિષ્યમાં મળવાની આશા રાખું છે. અમે સાથે મળીને સારા કામ કરી શકીએ છીએ. તમે પણ તમારી વન્ડર વુમનને મારી સાથે શેર કરો.

ગૈલ ગાડોટ દ્વારા શેર કરેલા ફોટામાં તેમની સાથે કામ કરનાર મહિલાઓ, પરિવારની મહિલાઓ અને મિત્રો છે. તે સિવાય ફિલ્મ વંડર વુમનની ડાયરેક્ટર પેટી જેન્કિન્સ, શાહીન બાગની 85 વર્ષીય દાદી બિલકિસ બાનો, વંડર વુમનમાં ગૈલની સ્ટંટ ડબલ રહેલી Christiaan Bettridge સાથે અન્ય મહિલાઓ છે.

(5:06 pm IST)