Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

સોશ્યલ મીડિયામાં દીપિકા પાદુકોણની તમામ પોસ્ટ ડિલીટ થઇ જતા ઍકાઉન્ટ હેક થયાની ચર્ચાઃ ફેન્સ ચિંતામાં પડી ગયા

નવી દિલ્હી: નવા વર્ષ પર દીપિકા પાદુકોણે પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. દીપિકાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, અને ટ્વિટર એકાઉન્ટ પર એક પણ પોસ્ટ દેખાતી નથી. તમામ જૂની પોસ્ટ હટાવી દેવાઈ છે. કહેવાય છે કે દીપિકાએ પોતાના તમામ પોસ્ટ ડિલિટ કરી નાખી છે. એવો પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે દીપિકાનું એકાઉન્ટ હેક થઈ ગયું છે.

ફેન્સ સ્તબ્ધ થઈ ગયા

જો તમે દીપિકાની પ્રોફાઈલ પર જશો તો તમને કશું જોવા મળશે નહીં. તેની પ્રોફાઈલ જોઈને ફેન્સને આઘાત લાગ્યો છે. દીપિકાની પોસ્ટ ડિલિટ થયા બાદ ફેન્સ વધુ પરેશાન થયા છે કે આખરે કયા કારણસર તેની પોસ્ટ બધી ડિલિટ થઈ ગઈ.

અટકળો થઈ રહી છે

સોશિયલ મીડિયા પર જાત જાતની અટકળો થઈ રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે દીપિકા પાદુકોણનું એકાઉન્ટ પણ હેક થઈ ગયું હશે. જ્યારે કેટલાક લોકો તેની પરેશાની જાણવા માંગે છે. આખરે દીપિકાએ આમ કેમ કર્યું. અસલ કારણ શું છે એ તો દીપિકા જણાવશે ત્યારે જ ખબર પડશે.

અનેક હસ્તીઓના થઈ ચૂક્યા છે એકાઉન્ટ હેક

છેલ્લા કેટલાક સમયમાં બોલીવુડની અનેક હસ્તીઓના એકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે. હવે લાગે છે કે દીપિકાનો નંબર આવી ગયો છે. વિક્રાંત મેસી, ફરાહ ખાન, ઉર્મિલા માર્તોંડકર, સિંગર અંકિત તિવારી, એક્ટર ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન અને ડાઈરેક્ટર આનંદર એલ રાયના એકાઉન્ટ પણ છેલ્લા 15 દિવસમાં હેક થઈ ચૂક્યા છે.

(5:02 pm IST)