Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

બે ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહી છે વાણી

અભિનેત્રી વાણી કપૂરે નવી ફિલ્મનું શુટીંગ પુરૂ કરી લીધું છે. નિર્દેશક અભિષેક કપૂરની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી'માં વાણીએ આયુષ્યમાન ખુરાના સાથે મુખ્ય ભુમિકા નિભાવી છે. અભિષેક અગાઉ કાઇપો છે, રોક ઓન અને કેદારનાથ જેવી ફિલ્મો બનાવી ચુકયા છે. વાણીએ આયુષ્યમાનના હોમટાઉન ચંદીગઢમાં શુટીં કર્યુ હોઇ એક પ્રસ્તુતકર્તા તરીકે તે પોતાને વધુ સારી અનુભવી રહી છે. વાણીએ કહ્યું હતું કે ચદીગઢ કરે આશિકી એ મારા માટે માત્ર એક શખ્દ એટલે કે ખુશી છે. હું અભિષેકની આભારી છું કે મને આ ફિલ્મમાં માનવીનો રોલ આપ્યો. આ ફિલ્મ માટે મેં એક કલાકાર તરીકે ખુબ મહેનત કરી છે. આયુષ્યમાન સાથે વાણીએ પહેલી જ વખત કામ કર્યુ છે. તે ફિલ્મ બેલબોટમમાં પણ કામ કરી રહી છે. જેમાં અક્ષય કુમારની મુખ્ય ભુમિકા છે. બેલબોટમનું શુટીંગ પણ અગાઉ પુરૂ થઇ ગયું છે. વાણી આ બંને ફિલ્મોની આતુરતાથી રાહ જોઇ રહી છે.

(10:07 am IST)