Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિક્કીને વધુ એક મોટી ફિલ્મની ઓફર

વિક્કી કોૈશલે પોતાની અભિનય ક્ષમતાથી ઓળખ ઉભી કરી લીધી હોવાથી તેને સતત મોટી ફિલ્મો મળી રહી છે. સાઉથના ખુબ જાણીતા નિર્દેશક સુજીતની સાથે પણ હવે વિક્કીને ફિલ્મ મળી છે. રન રાજા રન, સાહો સહિતની ફિલ્મો બનાવી ચુકેલા સુજીતે પોતાના આગામી પ્રોજેકટ માટે વિક્કી કોૈશલની પસંદગી કરી છે. વિક્કીને આ ફિલ્મની કહાની સંભળાવાઇ હતી. વિક્કીને કહાની ખુબ પસંદ પડી ગઇછે. શકય છે કે ઝડપથી વાત આગળ વધી શકશે. બોલીવૂડના અનેક મોટા બેનર્સ વિક્કી કોૈશલને લઇને ફિલ્મ બનાવવા આતુર છે. હાલમાં વિક્કીના હાથ પર શેમ માણેકશાની બાયોપિક તખ્ત અને સરદાર ઉધમસિંહની બાયોપિક સહિતની ફિલ્મો છે. ઉરી-ધ સર્જીકલ સ્ટ્રાઇક ફિલ્મથી વિક્કીને ખુબ નામના મળી હતી. આ પછી તેને સતત મોટી ફિલ્મોની ઓફર મળી રહી છે. ૨૦૧૨માં ગેંગ્સ ઓફ વાસેપુરમાં વિક્કી આસી. ડિરેકટર હતો. એ પછી લવ શવ તે ચિકન ખુરાના, બોમ્બે વેલ્વેટ, મસાન, ઝુબાન, રમન રાઘવ ૨.૦, લસ્ટ સ્ટોરીઝ, સજૂ, મનમર્જિયા, ભૂત સહિતની ફિલ્મો કરી છે. 

(10:05 am IST)