Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

આલિયા ફરીથી વ્યસ્ત

આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મોના કામમાં સતત વ્યસ્ત છે. હાલમાં જ તેણે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડી માટેનું શુટીંગ શરૂ કરી દીધું છે, અને ફરી કામમાં વ્યસ્ત થઇ ગઇ છે. આ ફિલ્મ થકી આલિયા પહેલ જ વખત સંજય લીલા ભણશાલી સાથે કામ કરી રહી છે. આલિયાએ એક પોસ્ટર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને શુટીંગ શરૂ થઇ ગયાની વાત કરી હતી. તેણે પોસ્ટ કરેલી તસ્વીરમાં વેનીટીવેનનો દરવાજો દેખાય છે, જેના ઉપર ગંગુબાઇ લખ્યું છે. આલિયાએ તસ્વીર સાથે લખ્યું છે કે-જૂઓ આ વર્ષે મને સાન્તાએ શું દીધું! આ ફિલ્મ આ વર્ષમાં અગીયારમી સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આલિયા ભટ્ટ બીજી ફિલ્મો બ્રહ્માસ્ત્ર, સડક-૨ અને તખ્તમાં પણ કામ કરી રહી છે. તખ્તમાં તેની સાથે રણવીરસિંહ અને કરીના કપૂર, ભૂમિ પેડનેકર, વિક્કી કોૈશલ તથા અનિલ કપૂર પણ છે. જ્યારે સડકમાં તે આદિત્ય રોય કપૂર તથા સંજય દત્ત અને પૂજા ભટ્ટ સાથે જોવા મળશે. નિર્દેશન તેના પિતા મહેશ ભટ્ટ કરી રહ્યા છે. પિતાના નિર્દેશનમાં કામ કરીને તે ખુબ જ ખુશ છે. આલિયા અને રણબીર કપૂર લગ્ન કરી લેવાની વાતો અવાર-નવાર વહેતી થાય છે. પણ તેમાં હજુ કોઇ તથ્ય જણાતું નથી.

(10:18 am IST)