Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

શિતલને મળ્યો ટીવી શોમાં ખાસ રોલ

અલગ-અલગ ટીવી ચેનલો પર આવતાં અલગ-અલગ જોનરના શોમાં સમયાંતરે નિર્માતા-નિર્દેશકો નવા નવા વળાંકો આપી દર્શકોને જકડી રાખવાના પ્રયાસ કરતાં હોય છે. ટીઆરપીમાં જે શો પાછળ રહી જાય તેમાં લીપ લાવવામાં પણ આવે છે. એટલે કે શોની કહાનીને અમુક વર્ષ આગળ લઇ જવામાં આવે છે અને નવા સ્ટારકાસ્ટનો ઉમેરો કરવામાં આવે છે. આવી જ એક સિરીયલ કુમકુમ ભાગ્ય ચાલી રહી છે. જેમાં હવે અભિનેત્રી શિતલ જયસ્વાલની એન્ટ્રી થશે. શિતલની આ ભુમિકા અત્યંત મહત્વની હશે. કુમકુમ ભાગ્ય શો દર્શકોમાં ખુબ જ લોકપ્રિય છે. અપહરણના નાટકની કહાની દર્શકોને ગમી હતી. હવે કહાનીમાં નવા વળાંકો આપવા નવા પાત્રની એન્ટ્રી કરાવાઇ છે. આ પાત્ર ટીવી અભિનેત્રી શિતલને મળ્યું છે. શોમાં શિતલનું પાત્ર કેવું હશે તેની જાણકારી હવે પછી આપવામાં આવશે. પણ તેના પાત્રના આગમનથી આ શો વધુ રોમાંચક બની જશે તે ચોક્કસ છે. શિતલે અગાઉ શકિત, મેરી હાનીકારક બિવી, કસમ, ઇશ્ક સુભાન અલ્લાહ સહિતના શો કર્યા છે. હાલમાં તે નાગિન-ભાગ્ય કા ઝહરીલા ખેલમાં કામ કરી રહી છે.

(10:18 am IST)