Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

'હાઉસફુલ 4'માં નાના પાટેકરના સ્થાને રાણા દગ્ગુબાટી ડોનની ભૂમિકા ભજવશે

નાના સામે જાતીય સતામણીનો આરોપ હોવાથી ફિલ્મ ગુમાવવી પડી

મુંબઈ :રાણા દગ્ગુબાટી 'હાુસસફુલ ૪' માં ખતરનાક ભૂમિકા કરતો જોવા મળશે. પહેલા આ રોલ નાના પાટેકર ભજવવાનો હતો. પરંતુ તનુશ્રી દત્તાના નાના સામે જાતીય સતામણીનો આરોપ હોવાથી પાટેકરે આ ફિલ્મ ગુમાવવી પડી છે.

 નાના પાટેકરે શરૂઆતમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. પરંતુ પછીથી તેમના પરના આરોપના કારણે હોબાળો થતાં તેમને આ ફિલ્મથી દૂર કરવામાં આવ્યા. ફિલ્મના દિગ્દર્શકે જણાવ્યુ હતુ કે, મને લાગે છે કે, રાણા દગ્ગુબાટ્ટીના પાત્ર વિશે હાલ કોઇ વાત કરવી જલદી ગણાશે. હાલ હું એટલુ જ કહીશ કે , આ એક મહત્વ્વપૂર્ણ અને ખતરનાક ભૂમિકા છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બોબી દેઓલ પણ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, હાઉસફુલ ૩ નું દિગ્દર્શન સાજિદ ખાન, ફરહાદ સમજીએ કર્યું હતું. જોકે હવે ફરહાદ સમજી જ આ ચોથી સીરીઝનું દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મ આવતી દીવાળીએ રીલીઝ થાય તેવી શક્યતા છે.

(1:34 pm IST)