Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સંજય દત્તની છ ફિલ્મો આવશેઃ ત્રણનું શુટીંગ પુરૂ

જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય દત્ત ફરીથી બોલીવૂડમાં સક્રિય થઇ ગયો છે. હાલમાં તે ખુબ જ વ્યસ્ત છે. નવા વર્ષ એટલે કે ૨૦૧૯માં સંજય દત્તની છ ફિલ્મો આવવાની છે. કલંક, તુલસીદાસ, પ્રસ્થાનમનું શુટીંગનું  કામ નવેમ્બરમાં પુરૂ થઇ ગયું  છે. હવે સંજય દત્ત શમશેરાના શુટીંગમાં વ્યસ્ત છે. શમસેરા પછી તે પાનીપતના શુટીંગમાં ભાગ લેવાનો છે. માર્ચ સુધીમાં આ ફિલ્મનું શુટીંગ ચાલવાનું છે. એ પછી નવી ફિલ્મ સડક-૨ હાથમાં લેશે. મહેશ ભટ્ટની આ ફિલ્મ સડકની સિકવલ છે. હાલમાં સંજય દત્ત એટલો વ્યસ્ત થઇ ગયો છે કે પરિવાર માટે પણ સમય નથી. પાનીપતનું શુટીંગ સતત સાંઇઠ દિવસ ચાલવાનું હોઇ તે પત્નિ અને દિકરા-દિકરી સાથે ક્રિસમસની ઉજવણી પણ કરી શકયો નથી. આખો દિવસ શુટીંગ કરીને તે મોડી રાત્રે ઘરે પહોંચે છે.

 

(9:49 am IST)