Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

14 એપ્રિલ 2018ના રિલીઝ થશે રજનીકાંતની ફિલ્મ '2.0'

મુંબઈ:સાઉથના મેગાસ્ટાર રજનીકાંતે પોતાની આગામી ફિલ્મ ૨.૦ની રિલિઝ ડેટ જાહેર કરતાં ફિલ્મ મોડી રિલિઝ થઇ રહી હોવાનાં કારણો મિડિયાને આપ્યા હતા. રજનીકાંતે વીક એન્ડમાં પોતે પોલિટિક્સમાં જોડાઇ રહ્યાની ઔપચારિક જાહેરાત પણ કરી હતી. હાલ તામિલનાડુમાં પોલિટિક્સની સ્થિતિ ડામાડોળ છે ત્યારે રજનીકાંતની એન્ટ્રીથી નાટયાત્મક વળાંક આવે તો નવાઇ નહીં. રજનીકાંતે જાહેર કર્યું હતું કે ૨.૦ મારી ૨૦૧૦માં રજૂ થયેલી એન્થીરન (રોબોટ) ફિલ્મની સિક્વલ છે એ  એમાં વિજ્ઞાાન તથા ટેક્નોલોજી સંકળાયેલાં હોય એવી કથા છે એટલે ખૂબ સ્પેશિયલ ઇફેક્ટ્સની જરૃર હતી. વીએફએક્સ તરીકે ઓળખાતી સ્પેશિયલ ઇફેક્ટસમાં વધુ સમય લાગી જતાં આ ફિલ્મ ધાર્યા કરતાં મોડી રિલિઝ થઇ રહી છે. મારા લાખ્ખો ચાહકો આ ફિલ્મ રજૂ થવાની વાટ જોઇ રહ્યા છે એની મને જાણ છે. અમે એપ્રિલમાં આ ફિલ્મ રજૂ કરવા જઇ રહ્યા છીએ. 'એપ્રિલની ૧૪મીએ તમિળ પ્રજાનું નવું વરસ ઊજવાય છે. તે દિવસે આ ફિલ્મ રજૂ થશે. અમે એ વાતની પણ કાળજી રાખી હતી કે બીજા કોઇ દક્ષિણ ભારતીય ફિલ્મ સર્જકની ફિલ્મ સાથે બોક્સ ઑફિસ પર ટક્કર ન થાય. અમે પૂરતી તકેદારી રાખીને ૨.૦ ફિલ્મ રજૂ કરવાના છીએ' એમ રજનીકાંતે કહ્યું હતું.

 

 

(4:24 pm IST)