Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કેરિયરની 511મી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું અનુપમ ખેરે

મુંબઈ:સિનિયર અભિનેતા અનુપમ ખેરે ઝારખંડમાં ચાલી રહેલા પોતાની આગામી ફિલ્મના શૂટિંગની પૂર્ણાહુતિ થઇ હોવાની ઔપચારિક જાહેરાત કરી હતી. અનુપમે સોશ્યલ મિડિયા પર લખેલા સંદેશામાં જણાવ્યા મુજબ ક્રમની દ્રષ્ટિએ તેની પાંચસો અગિયારમી ફિલ્મ હતી. પોતાને ઝારખંડનાં વિવિધ લોકેશનો પર મળેલા સ્થાનિક લોકોના સહકાર બદલ સૌનો આભાર માન્યો હતો. તેણે રાજ્ય સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો પણ આભાર માન્યો હતો. અનુપમે પોતાના સોશ્યલ મિડિયા પરના સંદેશામાં વધુમાં જણાવ્યું હતું કે મેં રાજ્યના મુખ્ય પ્રધાન રઘુબર દાસની મુલાકાત પણ લીધી હતી. કર્ટસી મુલાકાત હતી. અમને એકબીજાની સાથે વાતો કરવામાં આનંદ આવ્યો હતો. અત્યાર અગાઉ અનુપમે વિસ્તારમાં એમ એસ ધોનીની બાયો-ફિલ્મ અને રાંચી ડાયરીઝ ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું. એણે કહ્યું હતુ ંકે મને રાજ્યનાં વિવિધ લોકેશનો ખૂબ ગમતાં રહ્યાં છે.

(4:24 pm IST)