Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

સારી વ્યવસાયિક ફિલ્મો હમેંશા સફળ થાય છેઃ રોહિત

ફિલ્મ નિર્માતા અને નિર્દેશક રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇનએ ૩૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. રોહિતને એવું પુછવામાં આવ્યું હતું કે ગોલમાલ અગેઇન અને જુડવા-૨ આવી એ પહેલાની વ્યવસાયિક ફિલ્મો શા માટે અસફળ રહી? ત્યારે તેણે કહ્યું હતું કે ટ્યુબલાઇટ વ્યવસાયિક ફિલ્મ નથી લાગતી, પણ સલમાન ખાનની ટાઇગર જિંદા હે કોમર્શિયલ ફિલ્મ છે. આ ફિલ્મમાં મારધાડ, સંગીત સહિત એ બધુ જ  છે જે સલમાનની ફિલ્મોમાં હોય છે. સારી વ્યવસાયિક ફિલ્મો હમેંશા સફળ થાય છે. પણ બીજી તરફ હું કબીર ખાનનું સન્માન કરુ છું કે તેણે સલમાન ખાનને લઇને ટ્યુબલાઇટ જેવી ફિલ્મ બનાવી. ફિલ્મ ભલે સફળ ન રહી હોય, પણ તેણે જે કામ કર્યુ હતું તે ઇમાનદારીથી કર્યુ હતું.

 

(9:12 am IST)