Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

મોરબીના ફોટોગ્રાફર રમણીકલાલ ચંડીભમ્મરનો જન્મ દિવસ

મોરબી તા. ર૬ :.. જનતા શોપના માલિક અને દિવસના ર૪ માંથી ૧પ કલાક મોંઘોદાટ કેમેરો લગાવી સામાજિક, રાજકીય કે પછી ધાર્મિક પ્રસંગમાં જઇને ત્યાં ન માત્ર ફોટોગ્રાફી કરવાની પરંતુ મોટાભાગના લોકોને યાદગીરી રૂપે જે તે સમયની કચકડે કંડારવામાં આવેલ યાદગાર તસ્વીર આપવાનો જબરો શોખ ધરાવતા રમણીકલાલ ચંડીભમ્મરનો કાલે તા. ર૭ ના રોજ જન્મ દિવસ છે.

પોતાના પરિવારજનો તેમના આ શોખ માટે ગૌરવની લાગણી અનુભવે છે હાલમાં લોહાણા સમાજની વિવિધ બોડીમાં હોદો ધરાવતા રમણીકલાલને તેના શુભેચ્છકો, મિત્ર મંડળ અને સગા-સ્નેહીઓ તેઓના મો. નં. ૯૮રપર રર૯૧૩ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(11:24 am IST)