Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

BSNLના રિટાયર્ડ જનરલ મેનેજર કે.એન.પટેલ (કનુકાકા)નો કાલે જન્મદિવસ

રાજકોટઃ બીએસએનએલના રીટાર્યડ ડે.જનરલ મેનેજર કે.એન.પટેલ (કનુકાકા)નો  આવતીકાલે તા.૨૫ના જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ધમાકેદાર ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૭૮- ૭૯માં ટેલીફોન ખાતામાં ઓપરેટર તરીકે વડીયાથી પોતાની સર્વીસનો પ્રારંભ કરી પ્રમોશન લઈને JE, JTO, AE, SDE, AGM, DE અને છેલ્લે DGMતરીકે ૨૦૧૯માં નિર્વૃત થયેલ કનુકાકા (કે.એન.પટેલ) ૩૮ વર્ષની સર્વીસ જેમાં રાજકોટ જીલ્લામાં (૩૨વર્ષ), જામનગરમાં (૩વર્ષ), વાપી, વલસાડ, દમણ, સેલવાસ (૩ વર્ષ)નો અભૂતપૂર્વ ફાળો આપેલ છે. એક રંગ મુંગા બહેરા ક્ષતીગત બાળકોની સંસ્થા, બોલબાલા ટ્રસ્ટ, શ્રી ઉમીયા પ્રગતી મંડળ વગેરે સંસ્થામાં સેવા આપે છે.

રમતગમત, પેઈન્ટીંગ, આયુર્વેદિક અને પોતાના ડિપાર્ટમેન્ટમાં આયોજીત થતી દરેક પ્રકારની પ્રવૃતિઓ રમત, હિન્દી સપ્તાહ, સેમીનાર, મીટીંગમાં ભાગ લ્યે છે. લેંગ લાઈબ્રેરીના આજીવન સભ્ય છે. બહોળો મિત્ર મંડળ ધરાવતા શ્રી કનુકાકાને જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ તેમનાં સ્નેહીજનો અને દરેક ક્ષેત્રમાંથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. (મો.૯૪૨૬૭ ૮૩૭૮૩)

(2:54 pm IST)