Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જસદણના સેવાભાવી વેપારી હેમલભાઇ પરમારનો જન્મદિવસ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૨૨ : અહીના યુવા વેપારી હેમલભાઇ ઘનશ્યામભાઇ પરમારનો આજે મંગળવારે ૩૬મો જન્મદિવસ છે તેઓએ આજે ૩૭ વર્ષમાં પ્રવેશ કરેલ છે.

હેમલભાઇ વિદ્યાર્થીકાળથી અનેકાએક સર્જનાત્મક પ્રવૃતિમાં ભાગ લઇ રહ્યા છે. તેઓ હાલ જસદણની સામાજિક, સેવાકીય, રાજકિય, શૈક્ષણિક, વેપારી, વૈદકીય, ધાર્મિક જેવી અનેક સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ સાથે જીવંત સંપર્ક ધરાવી લોકસેવાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

હેમલભાઇ મોતીચોક વિસ્તારમાં વેપાર સાથે સંકળાયેલા હોવા છતા પણ વ્યસ્તતા વચ્ચે લોકો માટે સમય અનુરૂપ લોકઉપયોગી પ્રવૃતિઓ કરી રહ્યા છે આજે એમના જન્મદિવસે તેમના પર મો. ૯૮૨૪૮ ૬૨૮૦૮ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:51 am IST)