Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રેલ્વે મઝદુર સંઘના ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘના ડિવીઝનલ સેક્રેટરી અને આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી મઝદુર સંઘ-મુંબઈ શ્રી હિરેન બી. મહેતાનો આવતીકાલે ૨૦મી સપ્ટેમ્બરના જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫માં વર્ષમાં પ્રવેશ કરશે. રેલ્વેમાં સ્પોર્ટસ કવોટા હેઠળ જોડાયેલા હિરેન મહેતાએ યુવાવસ્થાથી જ રેલ્વેના કર્મચારીઓના પ્રશ્ને રસ લેવાનંુ શરૂ કર્યુ હતુ અને રેલ્વે મઝદુર સંઘ સાથે જોડાયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી કર્મચારીઓના પ્રશ્ને રેલતંત્ર સમક્ષ રજૂઆતો અને આંદોલન કરી કર્મચારીઓના ઉત્કર્ષ માટે સતત જાગૃત રહેતા હિરેન મહેતા ઉપર જન્મ દિવસની  પૂર્વ સંધ્યાએ જ શુભેચ્છા ચારેકોરથી વરસી રહી છે. (મો. ૯૪૨૬૧ ૬૫૨૮૩)

(3:30 pm IST)