Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રી અજીતભાઇ લોખીલનો જન્મદિન

રાજકોટ તા. ૨૨ : મુળ વતન જાલસીકા અને રાજકોટને કર્મભુમિ બનાવી રાજકીય સામાજીક ક્ષેત્રે સારૂ કાઠુ કાઢનાર આહીર યુવા અગ્રણી શ્રી અજીતભાઇ ઘુસાભાઇ લોખીલનો આજે જન્મ દિવસ છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી અને રાષ્ટ્રીય પરિષદના સભ્ય એવા અજીતભાઇ શ્રી હોલ માતાજી મંદિર અને ગૌશાળા ટ્રસ્ટમાં સલાહકાર તરીકે પણ સેવા આપી રહ્યા છે. લાઇફ કેર સોશ્યલ ફાઉન્ડેશનના માધ્યમથી રકતદાન કેમ્પ સહીતની સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. ટેલીકોમ અને એગ્રીકલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા અજીતભાઇ લોખીલ (મો.૯૦૬૭૦ ૯૨૬૭૦) ને આજે જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(12:47 pm IST)