Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જામજોધપુર જૈન સોશ્યલ ગ્રુપના સ્થાપક પ્રમુખ પ્રો.સી.એમ. મહેતાનો ૭૬મો જન્મદિન

જામજોધપુર તા. ૧ :.. જામજોધપુર જૈન સોશ્યલ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જામજોધપુર કોલેજના નિવૃત ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમીકસની હેડ પ્રો. સી. એમ. મહેતાનો આજે એપ્રિલના રોજ ૭૬ મો જન્મ દિન છે.

પ્રો. સી. એમ. મહેતા ૪૧ વર્ષનો શૈક્ષણીક અનુભવ ધરાવે છે. ભુતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેરમેન બોર્ડ ઓફ ઇકોનોમીકસ તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી ચુકેલા છે. આ ઉપરાંત જૈન સ્પેશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રીઝીયનમાં જોઇન્ટ સેક્રેટરી તેમજ વાઇસ ચેરમેન તરીકે સેવા આપેલી છે.

યુ. જી. સી. સુચિત અભ્યાસક્રમોના ૧૭ જેટલા પુસ્તકોમાં લેખક તરીકેની કામગીરી બજાવેલ છે. પ્રો. સી. એમ. મહેતાના આર્થિક અને સામાજીક લેખો અવારનવાર પ્રગટ થતા હોય છે, ઘણા વર્ષોથી ફ્રી મેરેજ બ્યુરોનું સંચાલન કરે છે.

પ્રો. સી. એમ. મહેતાના જીવનની સૌથી વિશેષતા એ છે કે ૭પ વર્ષ સુધી કોઇપણ શીયાળાની કડકડતી ઠંડીમાં પણ કોઇપણ પ્રકારનું ગરમ વસ્ત્ર ધારણ કરેલ નથી.

પ્રો. સી. એમ. મહેતાનો

મો. નં. ૯૪ર૭ર ૮૦ર૮૭

(11:29 am IST)