Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2024

જૂનાગઢ સત્‍યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાનો ૬૩માં વર્ષમાં પ્રવેશ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૯: સેવા કાર્યના પ્રણેતા અને જૂનાગઢની જાણીતી સેવા ભાવિ સંસ્‍થા સત્‍યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાની ૬ દાયકા ની જીવન યાત્રા સફળ રીતે સેવાકીય પ્રવૃતિઓ અને (એટીએમ) એની ટાઈમ લગ્નની સુવિધા ઉપલબ્‍ધ કરાવનાર મનસુખભાઈ વાજા ના જન્‍મદિવસના અભિનંદન ની વર્ષા કરવામાં આવી રહી છે.

જૂનાગઢની સેવાભાવી સંસ્‍થા સત્‍યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખ ભાઈ વાજા નો ૬૩ માં વર્ષમાં પ્રવેશ આજે તારીખ ૧૯/ ૨/ ૨૦૨૪ ના રોજ જન્‍મદિવસ વૃદ્ધાશ્રમ તથા અંધ દીકરી ઓ સાથે મનાવવામાં આવ્‍યો હતો.

જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ ૧૯૦૦ સર્વ જ્ઞાતિઓ દીકરીઓ ના પાલક પિતા બનીને ફરજ બજાવેલ છે. અને કરિયાવર સાથે લગ્નᅠ કરાવી આપેલ છે. સિવિલ હોસ્‍પિટલમાં ભોજન, ચા, નાસ્‍તો, પ્રસૂતા બહેનો ને શીરો તેમજ ઉનાળામાં છાશ વિતરણ, વિધવા બહેનોને દર મહિને રાશન કીટ અને વિધવા તથા ત્‍યક્‍તા બહેનોને સિલાઈ મશીન, સર્વ રોગ નિદાન કેમ્‍પો વગેરે સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે.

મનસુખભાઈ વાજા સત્‍યમ સેવા યુવક મંડળના પ્રમુખ તેમજ કો.કો.બેંકના ડાયરેક્‍ટર, અંધ કન્‍યા છાત્રાલયના પ્રમુખ, વૃધ્‍ધ નિકેતન ,મહિલા આશ્રય સ્‍થાન, સમસ્‍ત હિન્‍દુ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્‍ટનાᅠ પ્રમુખ, પાંજરાપોળ ગૌશાળા, મયારામ આશ્રમ ટ્રસ્‍ટ જગન્નાથ સેવા સમિતિ, ટ્રાફિક બ્રિગેડ પોલીસ, રેલવે કન્‍સટ કમિટી સહિત અનેક સંસ્‍થાઓમાં જોડાયેલ છે. મો. નં. ૯૯૨૫૧ ૪૨૦૮૮ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(1:42 pm IST)