Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2024

વિશ્વ બેંકના વહીવટી નિયામકના સલાહકાર રાજેન્‍દ્રકુમારનો જન્‍મદિન

રાજકોટ-સુરતમાં કલેકટર તરીકે યાદગાર કામગીરી

રાજકોટ : અમેરિકાના વોશીંગ્‍ટન ડીસી ખાતે વર્લ્‍ડ બેંકમાં એડવાઇઝર ટુ ધ એકઝીકયુટીવ ડીરેકટર તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ. એ. એસ. (ર૦૦૪) અધિકારી ડો. રાજેન્‍દ્રકુમારનો આજે જન્‍મદિન છે. તેઓ આ અગાઉ ભારતના વડાપ્રધાન કાર્યાલયમાં નિયામક તરીકે સેવા આપતા હતાં. ડો. રાજેન્‍દ્રકુમારનો (બી.એ.એમ.એસ.) જન્‍મ તા. ૧૮-ર-૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૭ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મુળ હિમાચલ પ્રદેશના વતની છે. ભૂતકાળમાં ભરૂચ જિલ્‍લા વિકાસ અધિકારી, રાજકોટ અને સુરતમાં જિલ્લા કલેકટર, કેન્‍દ્રના પર્સોનલ એન્‍ડ ટ્રેનીંગ વિભાગમાં નાયબ સચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૮ર૩૮૯ ૧૧૧૦૦ વોશીંગ્‍ટન.

(11:49 am IST)