Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2024

એડવોકેટ વિમલ ડાંગરના ૪૦માં વર્ષના દ્વારે ટકોરા : હેપી બર્થ ડે

રાજકોટ તા. ૧૬ : શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્‍ય અને વોર્ડ નં. ૧૩ ના ઉપપ્રમુખ એડવોકેટ વિમલ ડાંગરનો આજે જન્‍મ દિવસ છે. મુળ માળીયાના જસાપર નિવાસી અને રાજકોટને કર્મભુમિ બનાવનાર બિલ્‍ડર સુરેશભાઇ ડાંગરના સુપુત્ર વિમલભાઇએ યશસ્‍વી જીવનના ૪૦ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ચામુંડા ચેરીટેબલ ટ્રસ્‍ટ નાના દહીંસરાના ટ્રસ્‍ટી તરીકે તેમજ રાજકોટ નાગરીક બેંકમાં પેનલ એડવોકેટ તરીકે સેવા આપી રહેલ વિમલભાઇ રાજકોટ રેવન્‍યુ બાર મીડિયા ઇન્‍ચાર્જ છે. જનકલ્‍યાણ ટ્રસ્‍ટ જેવી સંસ્‍થાઓ સાથે પણ સંકળાયેલા છે. પુર્વ કોર્પોરેટર જે. ડી. ડાંગરના ભત્રીજા થાય છે. આજે જન્‍મદિને તેઓને મો.૯૫૧૦૭ ૭૭૦૦૭ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(12:06 pm IST)