Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2024

ઘેલા સોમનાથમાં સેવા આપતા મનુભાઈ શીલુનો આજે જન્‍મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૪: રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી તેમજ જસદણના નિવૃત્ત નાયબ મામલતદાર અને ઘેલા સોમનાથમાં ખૂબ જ સેવા બજાવતા મનુભાઈ શીલુનો આજે જન્‍મદિવસ છે.

તારીખᅠ૧૪/૦૨/૧૯૫૨ᅠના રોજ જન્‍મેલા મનુભાઈ શિલું ખૂબ જ સેવાભાવી મિલનસાર અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અગ્રણી છે. જસદણ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે નિવૃત્ત થયા બાદ તેમણે લાંબા સમય સુધી ઘેલા સોમનાથમાં ખૂબ જ સેવાકીય કામગીરી કરી રહ્યા છે.ᅠ ઘેલા સોમનાથ મહાદેવના અનન્‍ય ભક્‍ત મનુભાઈ તમામ રાજકીય પક્ષના આગેવાનો, કાર્યકરો, વેપારી અગ્રણીઓ સહિતના તમામ વર્ગમાં લોકપ્રિયતા ધરાવે છે. હમેશા દરેક લોકોને મદદરૂપ થવાની સેવા ભાવના ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબરᅠ૯૮૨૪૯ ૨૯૪૩૭ᅠ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(11:56 am IST)